પારડી સાંઢપોર ગામના યુવાને જન્મદિવસે વૃક્ષો રોપી ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું

વલસાડ

કોરોનાવાયરસ મહામારીમાં લોકોને ઓક્સિજન માટે વલસાડ જિલ્લામાં દર્દીઓ મોટા પ્રમાણમાં વલખા મારી રહ્યા છે ત્યારે વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતા નવ યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે પીપળા તેમજ વડનાં વૃક્ષો રોપી વલસાડમાં અનોખો દાખલો બેસાડયો છે

 ભારત દેશ ગુજરાત રાજ્યોના વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયરસ સંક્રમણના પગલે દર્દીઓનો મોટા પ્રમાણમાં વધારો થયો છે. જેના પગલે વલસાડ જિલ્લાની ખાનગી કે સરકારી હોસ્પિટલો માં દર્દીઓને દાખલ થવા માટે એડમિશન મળતું નથી તો બીજી તરફ કોરોનાવાયરસ મહામારીમાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફો પડી હતી જેના કારણે ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોય કે બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે વલસાડ શહેર નજીક આવેલા પારડી સાંઢપોર ગામે રહેતા અને સેવાભાવી અગ્રણી શશીભાઈ યાદવ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા આવ્યા છે. તેઓ જરૂરતમંદોને અનાજ કીટ, સાડી, મચ્છરદાની, સેનેટાઈઝર, માસ્ક, વૃક્ષારોપણ, શાળાના બાળકોને નોટબુક વિતરણ, શૈક્ષણિક કીટ સહિતના અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. ત્યારે શશીભાઇ યાદવને જન્મદિવસની ઉજવણી કરી વલસાડ જિલ્લા માં અનોખો દાખલો બેસાડયો છે. વલસાડ જિલ્લામાં કોરોનાવાયરસ ને પગલે ઓક્સિજનની ઉણપથી દર્દીની સંખ્યાઓ દિવસે દિવસે વધી રહી છે. વાતાવરણમાં ગરમીનું તેમજ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ભવિષ્યમાં લોકોને ઓક્સિજનની કમી નહીં રહે તેવા શુભ આશયથી
શશીભાઇ યાદવ એની ટીમ દ્રારા પીપળા તેમજ વડના વૃક્ષો વાવ્યા હતા. આ સેવાકીય યજ્ઞમાં પ્રવીણભાઈ પટેલ (ધમડાચી) શૈલેષ પટેલ, કમલેશ પટેલ,  અજય મિશ્રા , રમેશ પટેલ (શ્રી મુક્તેશ્ર્વર યુવક મિત્ર મંડળ ,પારડીસાંઢપોર પ્રમુખ)વગેરે હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!