ઠગ પકડાયો:ડુંગરી ની એસેન્ટ મેડીટેક કંપનીમાં નોકરી આપવાને બહાને મહિલાઓ સાથે વિશ્વાસઘાત કર્યો

વલસાડ નજીકના ડુંગરી જીઇબી રોડ ઉપર આવેલી એસેન્ટ મેડીટેક કંપનીમાં નોકરી આપવાના બહાને ત્રણ મહિલા પાસે રૂપિયા 6,000 લઈને ઠગ યુવાને નોકરી નહિ અપાવીને વિશ્વાસઘાત કરી તેની સામે ફરિયાદ દાખલ કરી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ નજીકના કુંડી ફળિયામાં રહેતા રક્ષાબેન ચેતનભાઇ ગઘવ ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે ડુંગરીની જીઈબી રોડ ઉપર આવેલી એસેન્ટ મેટીટેક નામની કંપનીમાં નોકરી ની તપાસ કરવા ગત તારીખ 30 તારીખે ગયા હતા ત્યાં એમની સાથે માલવણ ગામે રહેતી સેજલ બેન સંજયભાઈ પટેલ . કલ્પનાબેન કોલૂભાઈ પટેલ ત્યાં નોકરી તપાસમાં આવ્યા હતા જ્યારે કંપનીમાં નોકરી આપવાનું ના પાડી દીધી હતી બધાને ત્યારે સેજલબેન ઉપર ડુંગળી ઉતારા ફળિયામાં રહેતા બીપીનભાઈ લાખાભાઈ રાઠોડ નો ફોન આવ્યો હતો અને સેજલ બેન જણાવેલ કે કંપનીના એચ આર મેનેજર સાથે મારી ઓળખાણ છે તમને નોકરી જોઈતી હોય તો તમારે ત્રર્ણ મહિલા થઈને ૫૦૦૦ હજાર રૂપિયા મને આપવા પડશે તેમ જણાવેલ જ્યારે સેજલ બેને કંપની ઉપર બીપીનભાઈ ને બોલાવીને ત્રણે થઈને બે બે હજાર રૂપિયા મળીને 6000 રૂપિયા સાથે બાયોડેટા આપ્યા હતા અને બીજા પૈસાની સગવડ થાય એટલે પૈસા તમને ચૂકાવી દઈશ એવું જણાવ્યું હતું જ્યારે બીપીનભાઈ બાયોડેટા લઈને તારીખ 10 5 21ના રોજ તમે ત્રર્ણ જણાં કંપનીના બહાર આવી જજો તમે નોકરી મળી જશે એ રીતના વાયદો કર્યો હતો પણ બેથી ત્રણ વખત કંપની પર ગયા બાદ મહિલાઓને નોકરીના મળી હતી અને બીપીનભાઈ વારંવાર વાયદા કર્યા કરતો હોય જેથી મહિલાઓને જાણ થઈ હતી કે પૈસા લઈને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે જે અંગે મહિલાઓએ ડુંગરી પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!