સૌથી વધુ કપરાડા-૨ બુથ ઉપર ૯૩.૧૫ ટકા : સૌથી ઓછું કરમખલ-૨ બુથ ઉપર ૪૬.૦૯ ટકા
કપરાડા, તા. ૦૫: વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠક માટેની પેટા ચૂંટણી અંતર્ગત તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાયેલા મતદાનમાં સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીમાં નોંધાયેલા ૧૨૪૫૨૫ પુરુષ અને ૧૨૧૨૨૦ મહિલાઓ પૈકી ૯૮૭૪૫ પુરુષો અને ૯૧૭૧૪સ્ત્રીઓ મળી કુલ ૧૯૦૪૫૯ મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતાં પુરુષોનું ૭૯.૩૦ ટકા અને મહિલાઓનું ૭૫.૬૬ ટકા મળી કુલ ૭૭.૫૦ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર સૌથી વધુ મતદાન કપરાડા-૨ બુથ ઉપર ૫૦૦ પુરુષ અને ૪૭૮સ્ત્રી મળી કુલ ૯૭૮ મતદારોમાંથી ૪૬૩ પુરુષ અને ૪૪૮ મહિલાઓ મળી કુલ ૯૧૧ મતદારોએ મતદાન કરતાં ૯૩.૧૫ ટકા જંગી મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન કરમખલ-૨ બુથ ઉપર ૪૦૯ પુરુષ અને ૩૨૦ મહિલાઓ મળી કુલ ૭૨૯ મતદારોમાંથી ૧૮૬ પુરુષ અને ૧૫૦ મહિલાઓ મળી કુલ ૩૩૬ મતદારોએ મતદાન કરતાં કુલ ૪૬.૦૯ ટકા મતદાન નોંધાવા પામ્યું છે.
સૌથી વધુ પુરુષોએ કરેલા મતદાનમાં કીસ્ટોનીયા બુથ ઉપર ૨૪૭ પૈકી ૨૩૪ પુરુષ મતદારોએ મતદાન કરતાં ૯૪.૭૪ ટકા જ્યારે સૌથી વધુ મહિલાઓ કરેલા મતદાનમાં કપરાડા-૨ બુથ ઉપર ૪૭૮ પૈકી ૪૪૮ મહિલા મતદારોએ મતદાન કરતાં ૯૩.૭૨ ટકા મતદાન નોંધાયું છે.
કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ ચૂંટણીતંત્રના અથાગ પ્રયાસો થકી મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતાં કોરોના મહામારી વચ્ચે પણ સાવચેતી સાથે જંગી મતદાન નોંધાવા પામ્યું છે.