સરીગામ મસ્‍જીદ ફળિયામાંથી માતા-પુત્રી ગુમ થયાં

વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ મસ્‍જીદ ફળિયા ખાતે રહેતા આમિર શેખના પત્‍નિ રેશમા અને પુત્રી આલિયા તા.૦૫-૦૫-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૧:૫૦ સમય દરમિયાન ઘરે કોઈને કઈં પણ કહયા વગર જતા રહયા છે, જે આજ દિન સુધી ઘરે પરત આવ્‍યાં નથી. ગુમ થનાર માતા રેશમાની ઉંમર ૨૭ વર્ષ, ઊંચાઈ આશરે સાડા ચાર ફુટ, શરીરે મધ્‍યમ બાંધાની, રંગે ઘઉંવર્ણ, શરીરે લીલા કલરની ગ્રાઉડ ડ્રેશ પહેર્યું છે. જ્‍યારે પુત્રી આલિયા શરીરે પતાળા બાંધાની, રંગે ઘઉં વર્ણ, આશરે ઉંમર ૭ વર્ષ, ઊંચાઈ આશરે અઢી ફુટ, શરીરે કાળા કલરનું શર્ટ અને હાફ ચડ્ડી પહેરી છે. તેઓ બન્ને હિન્‍દી અને ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને આ વર્ણનવાળી મહિલા અને બાળકીની ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!