ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા દાંડી ખાતે તા.૧૫ થી ૨૦ મે સુધી યોજાશે — ભાઈઓની સ્પર્ધા તા.૧૫ના રોજ સાંજે ૭ અને બહેનોની સ્પર્ધા તા.૧૮ના રોજ સાંજે ૪ વાગ્યે શરૂ થશે

ગુજરાત એલર્ટ । વલસાડ
સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ હેઠળ રાજ્ય કક્ષાની ઓપન એજ ગૃપ કબડ્ડી ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડ દ્વારા તા.૧૫-૦૫-૨૪ થી તા.૨૦-૦૫-૨૪ દરમિયાન વલસાડ તાલુકાના દાંડી ખાતેની શ્રી ડી.આર.પટેલ ઉચ્ચતર મધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દરેક ઝોનમાંથી ક્વોલીફાઈ થયેલી બન્ને ટીમને મોકલવાની રહેશે. તમામ ઝોનના આયોજકશ્રીએ વિજેતા ટીમના પ્રવેશપત્રો સ્ત્વરે dsdo-valsad@gujarat.gov.in ઉપર ઈ-મેઈલ મારફતે મોકલી આપવા તેમજ ખેલાડીઓને જાણ કરી આ સ્પર્ધામાં ભાગ લેવા મોકવવા.
​રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ઓપન એજ ભાઈઓની સ્પર્ધા માટે તા.૧૫-૦૫-૨૦૨૪ના રોજ બપોરે ૨-૦૦થી સાંજે ૪-૦૦ વાગ્યા સુધી રિપોર્ટિંગ કરવાનું રહેશે અને સ્પર્ધા તા.૧૫ મેના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે શરૂ થશે. જ્યારે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ઓપન એજ બહેનોની સ્પર્ધા માટે તા.૧૮-૦૫-૨૦૨૪ના રોજ સવારે ૧૧-૦૦થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી રિપોર્ટિંગ કરવાનું રહેશે અને સ્પર્ધા તા.૧૮ મેના રોજ સાંજે ૪-૦૦ વાગ્યે શરૂ થશે.
​સ્પર્ધા વિશે વધુ જાણકારી માટે શ્રી ડી.આર.પટેલ શાળાના નિકિતા પટેલ, મો.નં.-૮૧૨૮૭૩૧૮૨૫ અને મેહુલ પટેલ, મો.નં.-૮૮૪૯૨૮૮૭૦૭નો સંપર્ક કરવો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!